દિવાળી પર શિક્ષણ સહાયકોને ચૂંટણી ભેટ, પગાર 25 હજાર કરાયો - letmejob.com

Thursday, October 19, 2017

દિવાળી પર શિક્ષણ સહાયકોને ચૂંટણી ભેટ, પગાર 25 હજાર કરાયો

દિવાળી પર શિક્ષણ સહાયકોને ચૂંટણી ભેટ, પગાર 25 હજાર કરાયો.

સરકારી શાળાઓની જેમ હવે રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં ફરજ બજાવતા વિદ્યા સહાયકો અને બિન શૈક્ષણિક સહાયકોના ફિક્સ પગારમાં પણ વધારો કરવાની જાહેરાત કરાઇ છે. માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષણ સહાયકોને રૂ. 16,500ના બદલે રૂ. 25 હજાર, વહીવટી સહાયકોને રૂ. 11500ને બદલે રૂ. 19,950 અને સાથી સહાયકને રૂ. 10,500ને બદલે 16,224 રૂ.નો પગાર મળશે. ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકોને રૂ. 17 હજારને બદલે રૂ. 26 હજાર, વહીવટી સહાયકને રૂ. 11,500ને બદલે 19,950 અને સાથી સહાયકને રૂ. 10,500ને બદલે રૂ. 16,224નો પગાર મળશે. નિર્ણયનો લાભ 7022 કર્મચારીઓને થશે જ્યારે સરકાર પર વધારાનું 74 કરોડનું વાર્ષિક ભારણ પડશે.

Click Here to know more....

 

No comments:

Post a Comment

Featured Post

What is letmejob.com ? Why letmejob.com ?

WHAT IS LETMEJOB.COM? LETMEJOB.COM  is the Leading Job Search Portal in India and other countries like Dubai, Gulf Countries, Austra...

Government Exams Study Materials